Help & Support   |   Register Now   |   Login Now     

ભારત-અમેરિકા સંયુકત અભ્યાસ 'વજ્ર પ્રહાર 2022'. ભારત-અમેરિકા વચ્ચે આ અભ્યાસની 13મી આવૃત્તિ હિમાચલ પ્રદેશના બકલોહમાં શરૂ થઇ. 12મી આવૃતિનું આયોજન વોશિંગ્ટન (USA) ખાતે કરાયું હતું. આ અભ્યાસનો ઉદ્દેશ્ય ભારત અને અમેરિકાનાં વિશેષ દળો વચ્ચેના આંતરિક સંચાલનને સુધારવાનો છે.

એલ્ડોસ પોલે CWG 2022માં ટ્રિપલ જંપમાં ગોલ્ડ મેળવ્યો. એલ્ડોસે 17.03 મીટરની સર્વશ્રેષ્ઠ કૂદ સાથે આ મેડલ મેળવ્યો. CWG 2022માં ભારતનો એથ્લેટિકસ ક્ષેત્રનો આ પ્રથમ મેડલ છે. આ જ ઇવેન્ટમાં ભારતના અબ્દુલા અબૂબકરે 17.02 મીટરની છલાંગ સાથે સિલ્વર મેડલ મેળવ્યો.

ભારતીય મુકકેબાજ નિકહત જરીને CWGમાં ગોલ્ડ મેળવ્યો. જરીને આ મેડલ 50 લાઈટ લાઈટવેટ કેટેગરીમાં મેળવ્યો. CWGમાં જરીનનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. તેમણે મે 2022માં મહિલા વિશ્વ ચેમ્પિયનશીપમાં 52 Kg શ્રેણીમાં ગોલ્ડ મેળવ્યો હતો.

ગોવા સરકાર (CM પ્રમોદ સાવંત) આવતા વર્ષથી જ ઉચ્ચ શિક્ષણમાં 100% NEP (National Education Policy) લાગુ કરશે.

વિશ્વનાથન આનંદ આંતરાષ્ટ્રીય શતરંજ મહાસંઘના ઉપાધ્યક્ષ બન્યા.

નલ્લાથમ્બી કલાઈસેલ્વી CSIRની પ્રથમ મહિલા મહાનિર્દેશક બનશે. તેઓ શેખર મંડેનું સ્થાન લેશે. CSIR એ દેશભરમાં 38 શોધ સંસ્થાઓનો એક સમુહ છે.

વીજળીમાં સબસીડી આપવામાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક સૌથી ટોચનાં (કુલ 36.4%) રાજયો.

પૈરા ટેબલ ટેનિસમાં ભારતની પૈરા ટેનિસ ખેલાડી ભાવિના પટેલે મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. ટોકયો પેરાલિમ્પિક 2021માં સિલ્વર બાદ આ તેનો બીજો મેડલ છે.

ગુસ્તાવો પેટ્રો કોલંબિયાના પ્રથમ વામપંથી રાષ્ટ્રપતિ બન્યા. તેઓ કોલંબિયાના M-19 ગુરિલ્લા સમૂહના પૂર્વ સભ્ય છે. નવા રાષ્ટ્રપતિએ કોલંબિયાની તેલ સંશોધન માટેનાં લાયસન્સ આપવાનાં બંધ કરવાની જાહેરાત કરી છે. કોલંબિયા એ દક્ષિણ અમેરિકાનો દેશ છે. કોલંબિયાની રાજધાની - બોગોટા. કોલંબિયાનું ચલણ - કોલમ્બિયાઈ પેસો.

પી. વી. સિંધુએ CWG 2022માં મહિલા સિંગલ્સ બેડમિન્ટનમાં કેનેડાની મિશેલ લીને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો. સિંધુનો પોતાની કારર્કિદીની કોમનવેલ્થ ગેમ્સનો પ્રથમ ગોલ્ડ મેડલ છે. અગાઉ તેણી 2018 અને 2014ની આવૃત્તિમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે.