Help & Support   |   Register Now   |   Login Now     

CWG 2022માં ભારતની વિનેશ ફોગાટે મહિલાઓની 53 Kg ફ્રીસ્ટાઈલ કુસ્તીમાં ગોલ્ડ જીત્યો. વિનેશે સતત ત્રીજી વખત CWGમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

જગદીપ ધનખડ 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. નેશનલ ડેમોક્રેટિક અલાયન્સના ઉમેદવાર જગદીપ ધનખડ 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. ધનખંડ 74.36%ના વોટશેર સાથે આ ચૂંટણીમાં જીત્યા જે છેલ્લા 6 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સૌથી વધુ છે જયારે તેમના વિરોધી માર્ગારેટ આલ્વાને 182 મત મળ્યા.

AFI (એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા)એ નિરજ ચોપડાને સન્માનિત કરવા (87.58 મીટરનો થ્રો) 7 ઓગસ્ટે રાષ્ટ્રીય ભાલા દિવસ તરીકે મનાવ્યો.

ભારતીય સેનાએ LOC નજીક રહેતા યુવાઓમાં રમત ક્ષેત્રે જાગૃતતા લાવવા 'મછલ મહિલા ક્રિકેટ લીગ' ની શરૂઆત કરી.

કેન્દ્રે કેબિનેટ સચિવ રાજીવ ગોબાને એક વર્ષનું એકસ્ટેન્શન આપ્યું.

કેરળ સ્થિત ફેડરલ બેંક આવક વિભાગના TIN 2.0 પ્લેટફોર્મ પર પોતાની પેમેન્ટ ગેટ વે પ્લેટફોર્મને સૂચિબદ્ધ કરનાર ભારતની પ્રથમ બેંક બની.

હરારે ખાતે ઝિમ્બામ્બે સામે રમાયેલ વન ડેમાં વન ડે કેપ્ટન તમિમ ઇકબાલ વન ડેમાં 8000 રન બનાવનાર બાંગ્લાદેશનો પ્રથમ બોલર બન્યો.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયભરમાં ભારતીય કિસાન ખાતર સહકારી લિમિટેડ (ITTCO)ના નૈનો યુરિયાના છંટકાવની યોજના શરૂ કરી.

CWGમાં અંશુ મલિકે મહિલા ફ્રીસ્ટાઈલ 57 Kg શ્રેણીમાં સિલ્વર મેડલ મેળવ્યો. 2021માં અંશુ વિશ્વ કુરતી ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી.

રૂપલ ચૌધરી U-20 એથલિટિકસ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની. રૂપલે 4 × 400 મીટર રિલે દોડમાં સિલ્વર મેડલ મેળવ્યા બાદ મહિલાઓની 400 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.