PM Narendra Modi completes 12 years of ruling
National

નરેન્દ્ર મોદી: સૌથી લાંબો સમય સુધી વડાપ્રધાન સહિત અન્ય રેકોર્ડ

સૌથી લાંબો સમય ચૂંટાયેલા પીએમ

2001માં આવેલા કચ્છના ભૂકંપના સમયે કેશભાઈ પટેલના સ્થાને ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા હતા. તેઓ 15 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યાં બાદ છેલ્લાં 12 વર્ષથી દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. તેમના નામે સૌથી લાંબા સમય સુધી સતત વડાપ્રધાન પદે રહેવાનો રેકોર્ડ નોંધાયો છે. આ ઉપરાંત, સૌથી લાંબા સમય સુધી બિન-કોંગ્રેસી વડાપ્રધાન પણ બન્યા છે.

દેશમાં સરકારના વડા તરીકે સૌથી વધુ કાર્યકાળ

ભારતના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સત્તા સંભાળવાનો વિક્રમ નરેન્દ્ર મોદીએ 22 માર્ચ 2026ના દિવસે રચ્યો હતો. તેમણે સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ દ્વારા સતત સૌથી લાંબા સમય સુધી કાર્યકાળ માટે સત્તા સંભાળવાનો 8930 દિવસનો રેકોર્ડને તોડ્યો હતો. હવે દેશમાં સૌથી લાંબા સમય સુધી રાજ્ય અને કેન્દ્રમાં સતત સત્તા સંભાળાવાનો વિક્રમ નરેન્દ્ર મોદીના નામે છે. નરેન્દ્ર મોદીએ 15 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને છેલ્લાં લગભગ 12 વર્ષ સુધી સતત વડાપ્રધાન તરીકે સત્તા સંભાળી છે.

ગુજરાતમાં સૌથી લાંબો સત્તાકાળ સંભાળનાર મુખ્યમંત્રી

ગુજરાતમાં પણ ઓક્ટોબર 2001 થી મે 2014 સુધી 12 વર્ષનો સૌથી લાંબો સત્તાકાળ સંભાળનાર મુખ્યમંત્રી તરીકેનો વિક્રમ પણ તેમના નામે છે.

સૌથી લાંબો સત્તાકાળ ભોગવનારા બિનકોંગ્રેસી વડાપ્રધાન

અટલ બિહારી વાજપાઈએ પહેલી વખત પાંચ વર્ષ સુધીની સત્તા સંભાળનારા બિન કોંગ્રેસી વડાપ્રધાન તરીકે વિક્રમ રચ્યો હતો. આ વિક્રમ નરેન્દ્ર મોદીએ તોડી નાખ્યો હતો. વધુમાં, તેઓ 2014 અને 2019 માં સતત બે ટર્મ સંસદમાં સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવનારા પ્રથમ બિન- કોંગ્રેસી નેતા છે.

આઝાદી પછી દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી બાદ પહેલી લોકસભા 17 એપ્રિલ 1952ના રોજ યોજાઈ હતી. એ દિવસે જ દેશના પહેલા વડાપ્રધાન તરીકે જવાહરલાલ નેહરૂએ શપથ લીધા હતા. એ પછી જવાહરલાલ નેહરૂએ સતત 4398 દિવસ એટલે કે 12 વર્ષ અને 15 દિવસ સુધી ભારતના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. 10 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ 4,399 દિવસનો થયો. તેથી નરેન્દ્ર મોદીએ ભારતના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું.

સતત લોકસભાની ત્રણ સામાન્ય ચૂંટણીમાં વિજય

લોકસભાની સતત ત્રણ સામાન્ય ચૂંટણીમાં વિજય મેળવવાની સિદ્ધિ જવાહરલાલ નેહરૂના નામે હતી, પરંતુ 2024માં લોકસભાની સતત ત્રીજી સામાન્ય ચૂંટણી જીતી નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નેહરૂના વિક્રમની બરોબરી કરી છે.

ચૂંટણી નહીં હારવાનો વિક્રમ

ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદી પહેલી વખત સત્તાના રાજકારણમાં આવ્યા હતા. એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. જો કે એ બાદ તેઓ ક્યારેય ચૂંટણી હાર્યા નથી. તેમણે ચૂંટાયેલા કારોબારી પદની બહાર એક પણ દિવસ વિતાવ્યો નથી.

જવાહરલાલ નેહરુનો વડાપ્રધાન તરીકેનો કુલ કાર્યકાળ સૌથી વધુ  

આમ તો,  જવાહરલાલ નેહરુનો વડાપ્રધાન તરીકેનો કુલ કાર્યકાળ 6,131 દિવસનો હતો. પરંતુ, તેમનો 1952માં પહેલી લોકસભા ચૂંટણી યોજાઈ એ પહેલાં આઝાદી પછીના આઝાદ ભારતમાં પણ વડાપ્રધાન તરીકે જવાહરલાલ નેહરૂએ સત્તા સંભાળી હતી. દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ 1952માં યોજાઈ હતી. આથી નેહરુએ 1947થી 1952 સુધી પણ વડાપ્રધાન તરીકે પણ સેવા આપી હતી. એ સમયે તેઓ ચૂંટાયેલા નહીં પણ નિયુક્ત વડાપ્રધાન હતા.

મોદી માટે આ રેકોર્ડ તોડવો અશક્ય

વડાપ્રધાન મોદી સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી બનવાનો વિક્રમ પોતાના નામે કરી શકે એમ નથી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ 4.610 દિવસ સુધી સત્તા સંભાળી હતી. એ ગુજરાત માટે એક રેકોર્ડ છે, પરંતુ દેશમાં સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી બનવાનો વિક્રમ સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગના નામે છે. પવન કુમાર કુલ 24 વર્ષ અને 165 દિવસ સુધી મુખ્યમંત્રી પદે રહ્યા હતા. જ્યારે બીજા ક્રમે ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક છે. તેમણે 24 વર્ષ અને 99 દિવસ સુધી મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળી છે.

કોંગ્રેસે પાર્ટીના વિક્રમ

2019માં 303 બેઠકો મેળવીને ભાજપ એકલા હાથે સરકાર રચવા સક્ષમ હતું. પરંતુ, ભાજપે એનડીએના સાથી પક્ષોનો સાથ છોડ્યો ન હતો. ભારતના સંસદીય ઈતિહાસમાં આ રેકોર્ડ કોંગ્રેસના નામે છે. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીએ કોંગ્રેસની કમાન સાંભળ્યા પછી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પાર્ટીએ 414 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો હતો.

ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત સૌથી વધુ દિવસો સુધી વડાપ્રધાન પદે રહેવાનો જવાહરલાલ નેહરૂનો વિક્રમ મોદીએ તોડ્યો છે. પરંતુ ,જવાહરલાલ નેહરૂનો વડાપ્રધાન તરીકેનો કુલ કાર્યકાળ કુલ 6,131 દિવસ થાય છે. નેહરૂનો આ રેકોર્ડને તોડવા માટે ભાજપે આગામી લોકસભા ચૂંટણી જીતવી પડશે અને મોદીએ લગભગ બે વર્ષ સુધી વડાપ્રધાન રહેવું પડશે.

Useful for UPSC, GPSC Class 1, 2, 3 Exams