Help & Support   |   Register Now   |   Login Now     

બાહુબલી ફિલ્મ શ્રેણીના લેખક આનંદ નીલકાન્તે બાળકો માટે પોતાનું પ્રથમ પુસ્તક ‘ધ વેરી, એક્સ્ટ્રીમલી, મોસ્ટ નોટી અસુર ટેલ્સ ફોર કીડ્ઝ’ લખ્યું, જેમાં બે જોડિયા અસુરો કુંડક્કા અને મંદાકાની વાર્તા છે.

સિક્કિમના કલાકાર દેવ પ્રસાદ રાયે તેમની કલાકૃતિ ‘માય ગ્રાન્ડમા’ (વિષય વસ્તુ ‘વિમેન વિથ ક્રોનિક ઓબ્સ્ટ્રેક્ટીવ પલ્મોનરી ડીસીઝ’ ) માટે યુરોપિયન લંગ ફાઉન્ડેશનની આર્ટ કોમ્પિટિશન જીતી.

મેંગલુરૂમાં દેશની પ્રથમ કોસ્ટ ગાર્ડ એકેડમી શરૂ થશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહનું નિધન.

વર્લ્ડ રિસ્ક ઇન્ડેક્સ-2020માં 181 દેશોમાંથી ભારત 89મા ક્રમે.

ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમના ગોલકીપર ગુરપ્રીત સિંહ સંધૂ અને મહિલા ટીમનાં મીડ-ફિલ્ડર સંજૂ 2019-20 માટે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ફૂટબોલર ઓફ ધ યર પુરસ્કારથી સન્માનિત.

પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધી ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરના નવા લાઈફ ટ્રસ્ટી નિયુક્ત.

કેરલ પર્યટન વિભાગે આંતરરાષ્ટ્રીય સ્તરે ‘હ્યુમન બાય નેચર’ કેમ્પેઈન માટે PATA ગ્રાન્ડ એવોર્ડ-2020 જીત્યો.

મલયાલમ કવિ અખિતમ અચ્યુતન નમ્બુથીરી જ્ઞાનપીઠ પુરસ્કાર-2020થી સન્માનિત.

શ્રેષ્ઠ ધારાસભ્ય-2020નો પુરસ્કાર શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આપવામાં આવ્યો, જ્યારે 2019 માટે કોંગ્રેસ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાની પસંદગી.