Help & Support   |   Register Now   |   Login Now     

કેન્દ્રીય પર્યટન મંત્રી કે. જે. અલ્ફોન્સે ટેક મહિન્દ્રા દ્વારા વિકસિત ‘અતુલ્ય ભારત’ મોબાઈલ એપ લોન્ચ કરી.

સુપ્રીમે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને અનુમતિ આપી.

ભારતના કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટને વિશ્વમાં પહેલી વખત સંપૂર્ણપણે સોલર પાવર દ્વારા સંચાલિત એરપોર્ટ તરીકે એવોર્ડ.

પોલિસી લીડરશીપ કેટેગરીમાં PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રોનને સંયુક્ત રીતે યુએનનો ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ.

લે. જનરલ એમ. એમ. નરાવને પૂર્વી સેનાના કમાન્ડર નિયુક્ત.

રાજકોટના પૂર્વ રાજવી, સર લાખાજીરાજના પૌત્ર, ગુજરાતના માજી નાણામંત્રી, દાદાના હુલામણા નામથી ઓળખાતા મનોહરસિંહજી જાડેજાનું નિધન.

વ્યાભિચાર અપરાધ નહિ, સુપ્રીમે IPCનીં કલમ 497 રદ કરી. કલમ 497 બંધારણના આર્ટિકલ 21 અને આર્ટિકલ 14નું ઉલ્લંઘન કરે છે.

શર્મિલા કુમારીએ 58મી રાષ્ટ્રીય ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં મહિલા જેવલિન થ્રોમાં સુવર્ણ જીત્યો.

ટીબી નાબૂદ કરવા UN જનરલ એસેમ્બલીની પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક ન્યુયોર્કમાં યોજાઈ.

28 સપ્ટેમ્બર: વિશ્વ રેબીઝ દિવસ. 2018નો વિષય: ‘Rabies : Share the Message, Save a life’.