Help & Support   |   Register Now   |   Login Now     

મલયાલમ મનોરમાના એક્ઝિક્યુટીવ એડીટર જયંત મેમન મૈથ્યુ INS (Indian Newspaper Society)ના અધ્યક્ષ ચૂંટાયા.

ઇન્ડોનેશિયામાં સુલાવેશી ટાપુ પર પાલૂ શહેરમાં વિનાશકારી ભૂકંપ અને સુનામીમાં 400ના મોત.

28થી 30 સપ્ટેમ્બર પરાક્રમ પર્વ ઉજવાયું. 28 સપ્ટેમ્બર POKમાં ભારતીય સૈન્યએ 2016માં કરેલા સર્જિકલ હુમલાઓનો બીજો વાર્ષિક દિન.

વેસ્ટ મેનેજમેન્ટ માટે જાગૃતિ ફેલાવવા બચેન્દ્રી પાલ 1 માસના રાફટીંગ અભિયાન ‘મિશન ગંગા’નું નેતૃત્વ કરશે.

રજની કાંત મિશ્રા BSF (Border Security Force)ના ડિરેક્ટર જનરલ નિયુક્ત.

અમદાવાદ એરપોર્ટને પ્રમુખ શહેરોની શ્રેણીમાં શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ.

આર્થિક સ્વતંત્રતા સૂચકાંકમાં 162 દેશોમાં ભારત 96મા સ્થાને. હોંગકોંગ પ્રથમ.

ADB દ્વારા ભોપાલમાં પ્રથમ મલ્ટી સ્ટીલ્સ પાર્ક બનાવવા મધ્યપ્રદેશને 150 મિલિયન ડોલર્સની લોન.

ADBના સહયોગથી કોલકાતા નગર નિગમે ભારતની પ્રથમ ફ્લડ ફોરકાસ્ટિંગ અને અર્લી વોર્નિંગ સિસ્ટમ શરૂ કરી.

ભારત સરકારે SRDF (State Disaster Response Fund)માં પોતાનું યોગદાન 75%થી વધારીને 90% કર્યું.