Help & Support   |   Register Now   |   Login Now     

ભારત વન ડે અને ટેસ્ટ, બંનેમાં ટોચ પર.

પ્રોફેસર સી એન આર રાવની materials researchમાં મહત્વપૂર્ણ યોગદાન માટે પ્રતિષ્ઠિત વોન હિપ્લ એવોર્ડ માટે પસંદગી. આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ એશિયન બન્યા.

7મી એએસઈએમ આર્થિક મંત્રીઓની બેઠક દક્ષિણ કોરિયામાં યોજવામાં આવી. વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.

27 સપ્ટેમ્બર : વિશ્વ પર્યટન દિવસ (WTD). પ્રથમ વિશ્વ પર્યટન દિવસ વર્ષ 1980માં ઉજવવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદી દ્વારા નવી દિલ્હીમાં ‘પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના-સૌભાગ્ય’નો શુભારંભ. 31 માર્ચ 2019 સુધી બધાં ગામ અને શહેરના દરેક ઘરે વીજળી પહોંચાડવાનું લક્ષ્ય.

દેશની પ્રથમ સ્કોર્પીન સબમરીન આઈએનએસ કલવરી નેવિમાં સામેલ.

બી સાંબુમૂર્તિ એનપીસીઆઈના અંતરિમ અધ્યક્ષ નિયુક્ત.

ભારતે અજય બિસરીયાને પાકિસ્તાનના નવા હાઈ કમિશનર તરીકે નિયુક્ત કર્યા.

ફીફા મહિલા વિશ્વ કપ ફ્રાન્સ 2019નું આદર્શ વાક્ય ડેઅર ટુ શાઈન નક્કી કરવામાં આવ્યું.

જનાહ મુસ્તફાને યુએનએચસીઆર નેનસન રેફ્યુજી પુરસ્કાર પ્રદાન. મુસ્તફા આ પુરસ્કાર મેળવનાર પ્રથમ નાઇજીરીયન છે.