Help & Support   |   Register Now   |   Login Now     

IRS અધિકારી સંજય કુમાર મિશ્રા ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટર નિયુક્ત.

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાએ તુર્કીમાં બની રહેલ દુનિયાના સૌથી મોટા ઈસ્તંબુલ એરપોર્ટનું ઉદઘાટન કર્યું.

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી વિશાલ શાહે ઈજીપ્ત ઓપનમાં સિંગલ્સનું ટાઈટલ જીત્યું.

રેડબુલના મેક્સ વર્સટાપેને મેક્સિકો ગ્રાં પ્રી જીતી.

બ્રિટનનો લુઇસ હેમિલ્ટન પાંચમી વખત ફોર્મ્યુલા 1 વર્લ્ડ ચેમ્પિયન બન્યો.

શ્રીલંકામાં રાજપક્ષેના સમર્થકો ઉપર થયેલા ફાયરિંગ મુદ્દે વિક્રમાસિંઘની સરકારમાં મંત્રી રહેલ અર્જુન રણતુંગાની ધરપકડ.

ભારત-જાપાન વચ્ચે બુલેટ ટ્રેન, હેલ્થ, સંરક્ષણ, સાઈબર સ્પેસ, યોગ-આયુર્વેદ સહકાર સહિત છ કરાર. 75 અબજ ડોલરની કરન્સી એક્સચેન્જ મુદ્દે બંને દેશો સહમત.

ભારત-જાપાન 13મી વાર્ષિક સમિટ ટોક્યોમાં યોજાઈ.

સોફ્ટવેર કંપની IBM 2.5 લાખ કરોડ રૂપિયામાં રેડ હેટને ખરીદશે.

નવી દિલ્હીમાં 24મી ટેકનોલોજી સમિટ યોજાઈ. પ્રથમ વખત ઇટાલીને ભાગીદાર તરીકે પસંદ કરવામાં આવ્યું.