Help & Support   |   Register Now   |   Login Now     

એન્ટ્રિક્સ-દેવાસ ડીલમાં આરોપી પૂર્વ ઈસરો ચેરમેન માધવ નાયર ભાજપમાં જોડાયા.

દેશની પ્રથમ એન્જીન કમ ટ્રેન ‘ટ્રેન 18’નું અનાવરણ. ઝડપ: 160 કિ.મી/કલાક.

CM વિજય રૂપાણીએ ગુજરાતમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના શાહ ગામ ખાતે પ્રથમ મેગા ફૂડ પાર્કનું ઉદઘાટન કર્યું.

ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ: જાપાનની અકાને યામાગુચીએ મહિલા સિંગલ્સનું, ચીનના ચેન લોંગે પુરુષ સિંગલ્સનું ટાઈટલ જીત્યું.

સ્પીકર કારુ જયસૂર્યાએ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના દ્વારા બરતરફ રાનિલ વિક્રમાસિંઘેને દેશના લોકશાહી ઢબે ચૂંટાયેલા વડાપ્રધાન જાહેર કરતાં શ્રીલંકામાં રાજકીય કટોકટી વધી.

નાની સિંચાઈના 1.12 કરોડના કૌભાંડમાં હળવદના ધારાસભ્ય પરષોત્તમ સાબરિયાની ધરપકડ.

ભાજપના પૂર્વ નેતા, દિલ્હીના પૂર્વ CM મદનલાલ ખુરાનાનું નિધન.

ઇન્ડિયન ગોલ્ફર ખલીન જોશીએ પેનાસોનિક ઓપન ઇન્ડિયાનો ખિતાબ જીત્યો.

જૈયર બોલસનારો બ્રાઝીલના રાષ્ટ્રપતિ ચૂંટાયા.

માઈકલ ડી. હિગિન્સ આયર્લેન્ડ રાષ્ટ્રપતિ ચૂંટાયા.