Help & Support   |   Register Now   |   Login Now     

ફિલ્મ ‘ડોનબાસ’ને 49મા IFFIમાં ગોલ્ડન પિકોક એવોર્ડ. આ ફિલ્મ 2019માં ઓસ્કારમાં ‘સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મ’ કેટેગરી માટે યુક્રેનની આધિકારીક પ્રસ્તુતિ છે.

12મા એશિયા પેસિફિક સ્ક્રીન પુરસ્કારમાં ફિલ્મ નિર્માતા નંદિતા દાસ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ પ્રોડ્યુસર એસોસિએશન (FIAPF) પુરસ્કાર-2018થી સન્માનિત.

મહારાષ્ટ્ર વિધાનસભાએ ‘મરાઠા આરક્ષણ વિધેયક’ પાસ કર્યું. મરાઠાઓને 16% અનામત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હેઠળ આપવામાં આવશે.

રિયાધમાં સાઉદી-ભારત વેપાર બેઠક યોજાઈ.

રશિયા, ઈરાન અને તુર્કી વચ્ચે કઝાખસ્તાન સિરિયા સંઘર્ષ પર ચર્ચાનું સંમેલન યોજાયું.

બ્રાઝિલના ફૂટબોલ ક્લબ પલ્મેરાસે 10મી વખત બ્રાઝિલ સીરી-એનું ટાઈટલ જીત્યું.

હોસ્પિટલિટી ફર્મ OYOએ રોહિત કપૂરને પોતાના નવા રિયલ એસ્ટેટ કારોબારના CEO નિયુક્ત કર્યા.

IFFIમાં પટકથા લેખક સલીમ ખાન ‘વિશેષ પુરસ્કાર’થી સન્માનિત.

ઉત્તર હિંદ મહાસાગરમાં નવી ડીપ સી શાર્ક પ્રજાતિ પિગ્મી ફોલ્સ કેટશાર્ક મળી આવી. 65 સેમી લાંબી, ડાર્ક બ્લ્યુ કલરની આ શાર્કનું વૈજ્ઞાનિક નામ પ્લાનોનેસસ ઇન્ડિકસ છે.

લોજિસ્ટિક મીટ ‘લોજિક્સ ઇન્ડિયા 2019’ નવી દિલ્હીમાં યોજાશે.