Help & Support   |   Register Now   |   Login Now     

જેકી શ્રોફની લઘુફિલ્મ ‘શૂન્યતા’એ ઇન્ડિયા શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર જીત્યો.

ફીફા રેન્કિંગમાં ભારતીય ફૂટબોલ ટીમ 99મા સ્થાને.

યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્કના 2018 વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ અનુસાર ભારત 156 દેશોની યાદીમાં 133મા સ્થાને. ફિનલેન્ડ યાદીમાં ટોચ પર.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોરેશિયસમાં વિશ્વ હિન્દી સચિવાલયની ઈમારતનું ઉદઘાટન કર્યું.

એંજલા મર્કેલ સતત ચોથી વખત જર્મનીનાં ચાન્સેલર બન્યાં.

નેપાળનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી બીજી વખત રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયાં.

રાજસ્થાનમાં 12 વર્ષ કે તેથી નાની વયની બાલિકા પર બળાત્કાર કરનારને ફાંસી અપાશે, વિધાનસભામાં વિધેયક પસાર.

સમુદ્રમાં પ્રથમ વખત બહુ-રાષ્ટ્ર નેવિ અભ્યાસ, MILES-18 અંદામાન સમુદ્રમાં શરૂ.

ભારતના સૌથી મોટા મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ સર્વિસીઝ માર્કેટ-એનટેક (enTTech) 2018નું મુંબઈમાં ઉદઘાટન.

દીવ 100% સોલર ઊર્જાવાળો પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો.