Help & Support   |   Register Now   |   Login Now     

શું આપને ખરેખર સફળ થવું છે? 1 વર્ષ સુધી આ એપને ન છોડો અને ફોલો કરો. અમે આવી રહ્યા છીએ ઘણાં યુનિક ફીચર્સ સાથે જે આપના લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ બનાવશે એકદમ સરળ.

કોમર્શિયલ સરોગેસી પર પ્રતિબંધ મૂકવાનો ઉદ્દેશ ધરાવતું સરોગેસી (રેગ્યુલેશન) બિલ-2020 કેબિનેટમાં મંજૂર.

ઇઝરાયેલની તેલ અવિવ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ ઓક્સિજન વગર જીવી શકતા જેલીફિશ જેવા સજીવ ‘હેનેગયા સાલ્મિનિકોલા’ની શોધ કરી.

ન્યુઝીલેન્ડના ડેપ્યુટી PM અને વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સ ભારતની મુલાકાતે.

દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ડ્યૂટી ફ્રી રિવિઝનમાં પ્રથમ ક્રમે. દિલ્હી વિશ્વની ટોપ 10 મેટ્રો રેલમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય શહેર પણ છે.

ભારત-અમેરિકા વચ્ચે ડિફેન્સ ક્ષેત્રે MoU. આ સમજૂતી હેઠળ ભારત અમેરિકા પાસેથી 3 બિલિયન ડોલર્સની કિંમતના અપાચે અને MH-60 રોમિઓ હેલિકોપ્ટર્સ સહિત અમેરિકન મિલીટરી ઇક્વિપમેન્ટ ખરીદશે.

નેશનલ કોન્ફરન્સ ઓન કોસ્ટલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ રિઝીલિયન્સ (CDRR&R)-2020 નવી દિલ્હીમાં યોજાઈ.

RBIના રિપોર્ટ અનુસાર ATM કેશ ઉપાડમાં ચીન બાદ ભારત બીજા ક્રમે.

28 ફેબ્રુઆરી: રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. આ વર્ષનો વિષય: વિમેન ઇન સાયન્સ. ઈ.સ. 1928માં આ દિવસે ભૌતિક વિજ્ઞાની સર સી. વી. રામને રામન અસરની શોધ કરી હતી.

અજયપાલ સિંઘ બંગા માસ્ટર કાર્ડના એક્ઝિક્યુટીવ ચેરમેન નિયુક્ત.