Help & Support   |   Register Now   |   Login Now     

બ્રાન્ડ ફાયનાન્સે ટીસીએસને આઈટી સેવા ઉદ્યોગમાં દુનિયાની સૌથી શક્તિશાળી બ્રાન્ડ તરીકે આંકી.

આલ્ફાબેટ ઇન્ક વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની. એણે એપલ ઇન્કને પાછળ કરી દીધી. 

સારંગીવાદક ઉસ્તાદ પંડિત રામ નારાયણને પ્રખ્યાત ભારત રત્ન પંડિત ભીમસેન જોશી શાસ્ત્રીય સંગીત પુરસ્કાર 2015-16 માટે પસંદ કરવામાં આવ્યા.

ન્યાયાધીશ રમયગિરી સુભાષ રેડ્ડી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત. હાલમાં ન્યાયાધીશ જયંત એમ પટેલ, ગુજરાત હાઈકોર્ટના કાર્યવાહક ચીફ જસ્ટિસ છે.

અરુણા સેઠીની ICoAS (Indian Cost Accounts Service)ના પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી. આ પદ ગ્રહણ કરનાર તેઓ પ્રથમ મહિલા અધિકારી છે.

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચિવ ડી. જગથીસા પાંડિયન એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર અને વાઈસ પ્રેસિડેન્ટ નિયુક્ત.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ નેપાળ સેના પ્રમુખ જનરલ રાજેન્દ્ર છેત્રીને ભારતીય સેનાના માનદથી નવાજ્યા. 

ભારતના મેજર જનરલ જય શંકર મેનનની સંયુક્ત રાષ્ટ્રોની ડીસેન્ગેજમેન્ટ ઓબ્ઝર્વર ફોર્સના અધ્યક્ષ તરીકે નિમણુક.

ભારત અને બ્રુનેઇએ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીની યાત્રા દરમ્યાન ત્રણ MOU : હેલ્ધ, ડિફેન્સ, યુથ એન્ડ સ્પોર્ટ્સ અફેર્સ પર હસ્તાક્ષર કર્યા.

વિશ્વ બેંકે ભારતીય નાગરિક સરોજ કુમાર ઝાને વિભાજન, વિવાદ અને હિંસા ગ્રુપના સિનીયર ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા.