Help & Support   |   Register Now   |   Login Now     

ગુગલમાં કાર્યરત ભારતીય મૂળના CEO સુંદર પિચાઈ અમેરિકામાં સૌથી વધુ કમાતા CEO બન્યા.

જોશના ચિન્નપ્પાએ દ. એશિયાઈ મહોત્સવમાં સ્ક્વોશ મહિલા એકલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો.

સાંસદ અને ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણસિંહને દક્ષિણ એશિયા કુસ્તી મહાસંઘ (SAWF)ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા.

નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન અને નેપાળી કોંગ્રેસના પ્રેસિડન્ટ સુશીલ કોઈરાલાનું નિધન.

TRAIએ નેટ ન્યુટ્રલીટીનું સમર્થન કરતાં ટેલિકોમ કંપનીઓ પર ડેટાના દરોમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવા ઉપર પ્રતિબંધ લગાવ્યો.

કેન્દ્ર સરકારે નવી દિલ્હીમાં હિન્દી સહિત 12 આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં 24X7 ટોલ ફ્રી પર્યટક ઇન્ફોલાઈનનો શુભારંભ કર્યો.

12મા દ. એશિયન રમતોત્સવનો શિલોંગ (મેઘાલય)ના જવાહર લાલ નહેરુ સ્ટેડિયમમાં શુભારંભ.

4 ફેબ્રુઆરી 2016ના રોજ વિશ્વ કેન્સર દિવસ ઉજવાયો. આનો હેતુ વર્ષ 2020 સુધી કેન્સરથી થતા મૃત્યુ ઘટાડવાનો છે.

વડાપ્રધાન જન ધન યોજનાના સૌથી સફળ અમલીકરણ માટે ‘પંજાબ નેશનલ બેંક’ (PNB)ને સર્વોત્તમ બેંકનો પુરસ્કાર મળ્યો.

હૈદરાબાદ સ્થિત ભારતની પ્રમુખ દવા કંપની ભારત બાયોટેકે જીકા વાયરસની રસી બનાવવાની ઘોષણા કરી.