Help & Support   |   Register Now   |   Login Now     

ચેન્નઈમાં આયોજિત 44મા ચેસ ઓલિમ્પિયાડમાં એ. આર. રહેમાને થીમ સોંગ રજૂ કર્યું.

BCCIએ માસ્ટર કાર્ડને ટાઈટલ સ્પોન્સર બનાવ્યું.

ACIના વિશ્વના સૌથી વ્યસ્ત 20 એરપોર્ટની યાદીમાં એટલાન્ટા એરપોર્ટ પ્રથમ સ્થાને.

ભારત 2025માં મહિલા વન ડે વર્લ્ડ કપની મેજબાની કરશે.

સ્ટ્રીટ વેંડર્સ: તાજેતરમાં હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રીએ નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઇન્ડિયા (NASVI)ની 6ઠ્ઠી મીટીંગને સંબોધિત કરી જેની થીમ 'From Encroachers to Self - Employed' (અતિક્રમણકારોથી સ્વરોજગાર સુધી) હતી. એશિયા, લેટિન અમેરિકા, આફ્રિકા વગેરેમાં શેરી વિક્રેતાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતમાં લગભગ 49.48 લાખ સ્ટ્રીટ વેન્ડર્સની ઓળખ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 8.49 લાખ સ્ટ્રીટ વેન્ડર્સ છે. ત્યારબાદ મધ્યપ્રદેશમાં 7.04 લાખ અને દિલ્હીમાં 72,457 સ્ટ્રીટ વેન્ડર્સ નોંધાયા છે. અત્યાર સુધીમાં સિકિકમમાં કોઈ સ્ટ્રીટ વેન્ડર્સની ઓળખ થઇ નથી. ભારતના બંધારણની કલમ 19(1)(જી)માં ભારતીય નાગરિકોને કોઈ પણ વ્યવસાય કરવા અથવા વ્યવસાય વેપાર ચાલુ રાખવાનો મૂળભૂત અધિકાર છે. સરકાર દ્ધારા સ્વનિધિ યોજના (SVANidhi) શહેરી વિસ્તારના 50 લાખથી વધુ શેરી વિક્રેતાઓને લાભ આપવા માટે શરુ કરવામાં આવી જેમાં રૂ. 1200 સુધીના રોકડ બેંક પ્રોત્સાહનોથી ડિજિટલ (કેશબેક) વ્યવહારોને પ્રોત્સાહન આપવામાં આવે છે. NASVI (નેશનલ એસો. ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઇન્ડિયા) એ દેશભરમાં હજારો શેરી વિક્રેતાઓના આજીવિકા અધિકારોનું રક્ષણ કરવા માટે કામ કરતી સંસ્થા છે.

ભારતમાં ગર્ભપાત અંગેનો કાયદો: ભારતની સર્વોચ્ચ અદાલતે અપરિણીત મહિલાઓને 24 અઠવાડિયામાં ગર્ભપાત કરવાની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો. દિલ્હી હાઈકોર્ટ અનુસાર મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્રન્શી (એમટીપી) એકટની જોગવાઈઓને ટાંકીને આવા કેસમાં ગર્ભપાતની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો. સુપ્રીમ કોર્ટના કાયદા અનુસાર MTP એકટમાં 2021ના સુધારા મુજબ 'પતિ 'ને બદલે 'પાર્ટનર' શબ્દનો સમાવેશ કરાયો છે. કાયદા અનુસાર AIIMSના ડાયરેકટર દ્ધારા મહિલાની તપાસ માટે બે ડોકટરોનું બોર્ડ બનાવવાનો આદેશ કરાયો છે. જે મહિલાના ગર્ભપાતથી તેના જીવના જીખમ અંગે તપાસ કરશે અને યોગ્યતા ઠેરવે AIIMS હેઠળ ગર્ભપાત કરાવી શકાશે. ભારતમાં 1960ના કાયદા સુધી ગર્ભપાત ગેરકાયદેસર હતો અને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 312 હેઠળ મહિલાને ત્રણ વર્ષની જેલ અને અથવા દંડની જોગવાઈ હતી. સરકારે ડૉ. શાંતિલાલ શાહ સમિતિની રચનાથી આ કાયદામાં સંશોધન માટે આદેશો આપ્યા બાદ શાહ સમિતિએ લોકસભા અને રાજયસભામાં મેડિકલ ટર્મિનેશન બિલ રજૂ કર્યું અને કાયદામાં ફેરફાર અનુસાર સ્ત્રીની સંમતિથી ગર્ભપાત કરવામાં આવે ત્યારે તે 'ગર્ભપાત કરાવવો' એ ગુનો ગણવામાં આવ્યો સિવાય કે, સ્ત્રીના જીવને જોખમ હોય.

વૈજ્ઞાનિકોએ એન્ટિબાયોટિક્સની અસરકારકતાને વધુ સક્રિય બનાવવા નવી પદ્ધતિ વિકસાવી. વૈજ્ઞાનિકોએ ટ્રાઇમિન ધરાવતા સંયોજનમાં ચક્રીય હાઈડ્રોબિક મોઈટીઝનો સમાવેશ કર્યો. જેમાં ટ્રાયમિન એ ત્રણ એમિનો જૂથ ધરાવતું સંયોજન છે. હાઈડ્રોફોબિક મોઇટીઝ પાણીમાં અદ્રાવ્ય થાય તેવું તત્વ છે જયારે હાઈડ્રોફોબિક મોઈર્ટીઝ પાણીમાં અદ્રાવ્ય થાય તેવું તત્વ છે. એન્ટિબાયોટિક એ શરીરને નુકશાન પહોંચાડયા વિના વ્યક્તિના શરીરમાં રહેલા જૈવિક જીવોને મારવા માટે સક્ષમ દવા છે જેનો ઉપયોગ શસ્ત્રક્રિયા દરમિયાન ચેપ અટકાવવાથી લઇ કીમીયોથેરાપીમાંથી પસાર થતા કેન્સરના દર્દીઓને બચાવવા માટે થાય છે.

વામપંથી ઉગ્રવાદ (LWE - Left Wing Extremism): લોકસભામાં પ્રશ્ન કાળ દરમિયાન ગૃહ મંત્રાલયે ભારતમાં વામપંથી ઉગ્રવાદથી સંબંધિત આંકડા આપ્યા. 2009થી 2021 વચ્ચે નકસલી હિંસાઓ 77%નો ઘટાડો થયો જયારે છતીસગઢમાં પાછલાં ત્રણ વર્ષોમાં માઓવાદી હિંસાથી બમણાથી વધુ સુરક્ષા દળના જવાનો શહીદ થયા. વર્ષ 2021માં કુલ સુરક્ષા કર્મીઓની મોતનાં 90% (50માંથી 45) મોત છતીસગઢમાં થયાં જયારે ઝારખંડ એકમાત્ર રાજય છે જયાં 2021માં છતીસગઢ ઉપરાંત 5નાં મૃત્યુ થયાં. વર્ષ 2010માં 96 જિલ્લામાં નક્સલી હુમલાઓની સૂચનાઓ સામે વર્ષ 2021માં માત્ર 46 જિલ્લામાં જ તે અંગેની સૂચનાઓ આપવામાં આવી. LWFના જોખમને રોકવા સરકારે 66મી ભારતીય આરક્ષિત બટાલિયન (IRB)ની રચના કરી છે. આંધ્રપોલીસે રાજયમાં નકસલવાદનો સામનો કરવા 'ગ્રેહાઉન્ડ' નામના વિશેષ દળને તૈનાત કર્યું છે.

વિશ્વ સ્તનપાન સપ્તાહ 2022: 1થી 7 ઓગસ્ટ: સ્તનપાનને સમર્થન આપવા તથા તે અંગે પ્રોત્સાહિત કરવા માટે WHO અને સંયુકત રાષ્ટ્ર આંતરાષ્ટ્રીય બાળ આપાતકાળ કોષે 1990માં વિજ્ઞાપન દ્ધારા આ દિવસ જાહેર કર્યા. 1991માં વર્લ્ડ એલાયન્સ ફોર બ્રેસ્ટફીડિંગ એકશન (WABA)ની સ્થાપના થઇ. પ્રથમ વિશ્વ સ્તનપાન સપ્તાહ 1992માં મનાવાયો હતો.

ISROએ ત્રિપુરા ખાતે ‘સ્પેસ ઓન વ્હીલ’ લોન્ચ કર્યું.