Help & Support   |   Register Now   |   Login Now     

મહારાષ્ટ્ર રાજય સરકારે પ્લાસ્ટિક કોટિંગવાળી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકયો.

પેરિસ ઓલિમ્પિક 2024 માટેની થીમ ‘Game Wide Open’ જાહેર કરવામાં આવી.

જેફરી આર્મસ્ટ્રોંગ ડિસ્ટિંગુઇસ્ડ ઇન્ડોલોજિસ્ટ ફોર 2021 પુરસ્કાર મેળવ્યો.

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે 'બાલરક્ષા' મોબાઈલ એપ લોન્ચ કરી.

ઇંગ્લેન્ડના લીસેસ્ટર ક્રિકેટ ગ્રાઉન્ડનું નામ ભારતના ક્રિકેટર સુનીલ ગાવસ્કરના નામ પરથી રખાયું.

તાજેતરમાં ભારતમાં જાહેર થયેલ પાંચ નવી સાઈટમાં તામિલનાડુમાં કારિકીલી પક્ષી અભયારણ્ય, પલ્લીકરનાઈ માર્શ રિઝર્વ ફોરેસ્ટ અને પિચાવરમ મેન્ગ્રોવ એમ ત્રણ સ્થળો, મિઝોરમમાં પાલા વેટલેન્ડ અને મધ્યપ્રદેશમાં સખ્ય સાગરનો સમાંવ્સેહ થતાં ભારતમાં કુલ વેટલેન્ડની સંખ્યા 54 પહોંચી. આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા 'કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ' તરીકે ઓળખાતા રામસર સંમેલન-1971માં એવાં સ્થળો કે જે આર્દ્ભભૂમિ (વેટલેન્ડ) ધરાવે છે તેને રામસરમાં સ્થાન અપાય છે. 1971માં યુનેસ્કો દ્ધારા સ્થાપિત પર્યાવરણીય સંધિ, રામસર સંમેલન હેઠળ ઈરાનના 'રામસર' શહેરના નામ પરથી જાહેર કરવામાં આવતા તમામ સ્થળોને રામસરના નામે ઓળખવામાં આવે છે. ખાસ કરીને આ સ્થળો 180થી પણ વધારે યાયાવર તથા પ્રાદેશિક પક્ષીઓની જાતિ માટે નિવાસ સ્થાન પ્રદાન કરે છે.

અલીબાગ (મહારાષ્ટ્ર)ની સફેદ ડુંગળીને GI ટેગ મળ્યો. મહારાષ્ટ્રના અલીબાગની સફેદ ડુંગળીને GI ટેગ મળતાં ખેડૂતોને તેના પ્રીમિયમ ભાવ મળતાં આર્થિક લાભો થશે. અલીબાગ એ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલું દરિયા કિનારાનું પ્રવાસન સ્થળ છે. આ સફેદ ડુંગળી તેના ઔષધીય ગુણ અને તેની મીઠાશને કારણે GIમાં સમાવેશ પામી. આ ડુંગળીની ખેતી પરંપરાગત રીતે એટલે કે કુદરતી ખાતરની મદદથી કરવામાં આવે છે. GI Tag એ એવાં ઉત્પાદનો પર વપરાતી નિશાની છે જે ચોક્ક્સ ભૌગોલિક સ્થાન, ગુણ ધરાવે છે. તમામ GI Tag પ્રાપ્ત વસ્તુઓ પેરિસ કન્વેન્શન ફોર ધ પ્રોટેકશન ઓફ ઇન્ડસ્ટ્રીય પ્રોપર્ટી હેઠળ આવે છે. ભારતમાં GI Tagની નોંધણી 1999ના ભૌગોલિક સંકેતો (નોંધણી અને સંરક્ષણ) અધિનિયમ અંતર્ગત થાય છે.

અચિંતા શુલીએ ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો. કોમનવેલ્થ ગેમ્સ 2022માં વેઈટ લિફ્ટીંગમાં મેન્સ 73 કિગ્રા ફાઈનલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. અચિંતાએ પ્રથમ પ્રયાસે 137 kg વજન ઉંચકયું જે આ ગેમનો એક નવો જ રેકોર્ડ છે. અચિંતાએ પ્રથમ પ્રયાસે 137 kg, બીજા પ્રયાસે 140 kg અને ત્રીજા પ્રયાસે 143 kg વજન ઊંચકીને ગોલ્ડ મેળવ્યો. અચિંતાએ 2011માં તેમના ભાઇમાંથી પ્રેરણા મેળવીને વેઇટ લિફિટગમાં ડેબ્યુ કર્યું હતું.

વિયેતનામ-ભારત દ્ધિપક્ષીય સૈન્ય અભ્યાસ 'Ex Vinbox 2022'ની શરૂઆત. વિયેતનામ-ભારત વચ્ચેનો આ ત્રીજો સૈન્ય અભ્યાસ ચંડીમંદિર ખાતે શરુ થયો. વિયેતનામ ભારતની એકટ ઈસ્ટ પોલિસી અને ઇન્ડો પેસિફિક વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. EX Vinbox 2022ની થીમ - યુનાઈટેડ નેશન્સ કન્ટીજ્ન્સી ફોર પીસ કીપિંગ ઓપરેશન્સના ભાગરૂપે એન્જિનિયરીંગ કંપની અને મેડિકલ ટીમ. ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ 105 એન્જિનિયર રેજિમેન્ટના સૈનિકોએ કર્યું હતું.

ચેન્નઈમાં આયોજિત 44મા ચેસ ઓલિમ્પિયાડમાં એ. આર. રહેમાને થીમ સોંગ રજૂ કર્યું.