Help & Support   |   Register Now   |   Login Now     

દિલ્હીની રહેવાસી 14 વર્ષીય સ્ક્વૈંશ ખેલાડી અનાહત સિંહ બર્મિગહામ ખાતેના CWGમા ભાગ લેનાર સૌથી નાની ઉંમરની ભારતીય એથ્લીટ બની.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ તામિલનાડુ પોલીસને પ્રતિષ્ઠિત 'કલર્સ ઓફ પ્રેસિડેન્ટ’ પ્રદાન કર્યું.

ફિલિપાઈન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ રામોસનું નિધન. રામોસ 1998 સુધી ફિલિપાઈન્સના 12મા રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત રહ્યા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણેફિલિપાઈન્સની અર્થવ્યવસ્થામાં આંતરરાષ્ટ્રીય બાબતોને મજબૂત બનાવી. રાષ્ટ્રપતિ બનતાં પહેલાં, રામોસે ફિલિપાઈન્સના સશસ્ત્ર દળના ચીફ ઓફ સ્ટાફ તરીકે કામ કર્યું હતું.

CWG 2022માં પુરુષ 67 kgમાં જેરેમી લાલરિનુંગાએ ગોલ્ડ મેળવ્યો. ભારતીય વેઇટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ બર્મિધમ ખાતે ચાલી રહેલ CWGમાં આ મેડલ મેળવ્યો. તેમણે કાલીન એન્ડ જર્ક સેગમેન્ટમાં 160 kg વજન ઉંચકયું.

ભારત અને ઓમાન સૈન્યાભાસ "AL-NAJAN-IN"નું આયોજન થયું. ભારત-ઓમાન વચ્ચેની ચોથી આવૃતિનું રાજસ્થાનના મહાજાન ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં આયોજન થયું. ઓમાનની રોયલ સેનાની 60 સદસ્યની ટીમે આ અભ્યાસમાં ભાગ લીધો. ભારતીય સેનાનું પ્રતિનિધિતત્વ 18 મૈકેનાઈઝડ ઇન્ફૈંટ્રી બટાલિયનના સૈનિકોએ કર્યું. આ અભ્યાસનું અગાઉનું આયોજન 2019માં મસ્કટ ખાતે થયું હતું.

પ. બંગાળમાં કુલ નવા સાત જિલ્લા બનતાં જિલ્લાની સંખ્યા 30 થશે. મમતા બેનર્જીના નેતૃત્વવાળી પશ્ચિમ બંગાળ સરકારે વહીવટી કાર્યોને સરળ બનાવવા આ સાત નવા જિલ્લા રચવાની જાહેરાત કરી. આ નવનિર્મિત જિલ્લાઓમાં સુંદરવન, ઇછેમતી, રાણાઘાટ, વિષ્ણુપુર, જંગીપુર, બેહરામપુર, બશીરહાટનો સમાવેશ થાય છે. અગાઉ પ. બંગાળમાં 23 જિલ્લા હતા.

કોમનવેલ્થ 2022માં ગુરુરાજ પુજારીએ બ્રોન્ઝ મેળવ્યો. ગુરુરાજા પુજારીએ 61 Kg ફાઈનલમાં પુરુષ કેટેગરીમાં આ મેડલ મેળવ્યો. પુજારીએ 269 Kg (સ્નૈચમાં 118 Kg તથા કાલીન એન્ડ જર્કમાં 157 Kg)ના સંયુકત વજન ઉંચકયા બાદ આ મેડલ મેળવ્યો. આ અગાઉ 2018માં ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં ભારત માટે સિલ્વર મેડલ મેળવ્યો હતો.

ભારતના સંકેત મહાદેવ સરગરે કોમનવેલ્થમાં 2022માં પુરુષ 55 Kg વર્ગમાં ભારતોલન (વેઇટલિફિટંગ)માં સિલ્વર મેડલ મેળવ્યો. તેમણે સ્નૈચ સ્પર્ધામાં 113 Kg વજન ઉંચકીને આ જીત મેળવી. આ ઉપરાંત તેમણે ક્લીન એન્ડ જર્કમાં પ્રથમ પ્રયાસે 135 Kg વજન ઉંચક્યું જયારે બે વખત 139 Kg વજન ઉંચકવામાં નિષ્ફળ રહ્યા.

2 ઓગસ્ટ, 2022: પિંગલી વેંકૈયાની 146મી જન્મજયંતી. પિંગલી વેંકૈયા એક સ્વતંત્રતા સેનાની અને કદર ગાંધીવાદી સ્વતંત્રતા સેનાની હતા. 1921માં તેમણે પ્રથમ વખત રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઈન તૈયાર કરી હતી. તેમણે ડિઝાઈન કરેલ રાષ્ટ્રીય ધ્વજને 1921માં વિજયવાડા ખાતે ગાંધીજીએ મંજૂરી આપી હતી.

છતીસગઢ સરકારે 'મહતારી ન્યાય રથયાત્રા'ની શરૂઆત કરી કરી.