Help & Support   |   Register Now   |   Login Now     

PMOમાં નવા ડિરેકટર તરીકે શ્વેતા સિંહની નિયુક્તિ.

અલકાયદાના નેતા અયમાન અમ-ઝવાહરીનું અમેરિકાના ડ્રોન હુમલામાં મોત થયું. તેણે 2011માં ઓસામા બિન લાદેનના મૃત્યુ બાદ અલકાયદાનો કાર્યભાર સંભાળ્યો હતો.

બિહારની લંગટ સિંહ કોલેજ એસ્ટ્રોનોમી લેબ યુનેસ્કો હેરિટેજમાં સામેલ થઇ. બિહારના મુઝફફરપૂરમાં લંગટસિંહ કોલેજ ખાતેથી 106 વર્ષ જૂની ખગોળશાસ્ત્રીય વેધશાળાને આ સ્થાન અપાયું. 123 વર્ષ જૂની કોલેજમાં 1916માં ઓલ્ઝર્વેટરી બનાવવામાં આવી હતી, જે હવે ભીમરાવ આંબેડકર બિહાર યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. કોલેજના રેકોર્ડ મુજબ, કોલેજના પ્રોફેસરને એસ્ટ્રો લેબોરેટરીની જરૂરિયાત અનુભવ્યા પછી 1916માં તેનો વિકાસ કરાયો. 1915માં કોલેજે ઇંગ્લેન્ડમાંથી ટેલિસ્કોપ, ખગોળશાસ્ત્રીય ઘડિયાળ, કાલ આલેખક જેવાં સાધનો મેળવ્યાં હતાં.

વાઈલ્ડ લાઈફ (પ્રોટેકશન) એમેન્ડમેન્ટ બિલ, 2021: આ બિલ લોકસભા દ્ધારા મંજૂર કરવામાં આવ્યું અને તેમાં દંડની જોગવાઈઓમાં થયેલો વધારો મંજૂર કરાયો. બિલમાં નિયમના બંગ બદલ કરવામાં આવતા 25,000ના દંડને વધારીને 1,00,000 કરવામાં આવ્યો. ખાસ આરક્ષિત પ્રાણીઓને લગતા નિયમોનો ભંગ કરવા બદલ દંડ 10,000થી વધારીને 25,000 કરવામાં આવ્યો. દેશમાં છેલ્લા 8 વર્ષમાં સંરક્ષિત વિસ્તારની સંખ્યા 987 છે.

મુંબઈ ખાતે ચા-બહાર ડે કોન્ફરન્સનું આયોજન કરાયું. આ કોન્ફરન્સમાં કઝાકિસ્તાન, ઈરાન, તાજિકિસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાનના મહાનુભવોએ ભાગ લીધો. ભારત અને ઈરાને મે 2016માં દ્ધિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ભારત શાહિદ બેહેશ્તી બંદર પરના એક ભાગના નવીનીકરણ માટે સહમત થયું હતું. ભારત આ બંદર પર 600 મીટર લાંબા કન્ટેનર હેન્ડલિંગ ફિસિલિટીનું પુનનિર્માણ કરવા સંમત થયું હતું અને 2017માં ભારતે ચાબહાર બંદરેથી અફઘાનિસ્તાનને ઘઉંનું પ્રથમ શિપમેન્ટ મોકલ્યું હતું.

રશિયાએ આંતરરાષ્ટ્રીય અવકાશ માથક છોડવાનો નિર્ણય કર્યો. રશિયાના મોસ્કોની અવકાશ એજન્સીના વડાએ રશિયા 2024 પછી આ અવકાશ મથક છોડશે એવી જાહેરાત કરી. ઈન્ટરનેશનલ સ્પ્રેસ સ્ટેશન વર્ષ 1998થી ભ્રમણ કક્ષામાં છે જેને રશિયા અને અમેરિકાએ સંયુકત રીતે વિક્સાવેલ છે. રોસકોસમોસ ચીફ - યુરી બોરીસોવ. રશિયાના રાષ્ટ્રપતિ - વ્લાદિમીર પુનીત. યુક્રેન પ્રમુખ - વ્લાદિમીર ઝેલેન્સ્કી.

દક્ષિણ કોરિયાએ ચંદ્ર પર દેશનું પ્રથમ અંતરિક્ષયાન લોન્ચ કર્યું. દક્ષિણ કોરિયાનું આ યાન ભારત અને U.Sનાં અગાઉનાં કાર્યરત અવકાશયાન સાથે જોડાશે અને પછીથી પોતાનું કાર્ય કરશે. આ ઉપગ્રહ ડિસેમ્બર મહિના સુધીમાં પૃથ્વી પર પરત કરશે. ભારત, રશિયા, જાપાન પણ વર્ષના અંત ભાગમાં મિશન લોન્ચ કરશે. દ. કોરિયાનું આ યાન 180 મિલિયન ડોલરનું મિશન દેશનું પ્રથમ મિશન છે જે ચંદ્રની સપાટીથી 62 માઈલ (100 km) ઉપર પોતાનું સ્થાન નિશ્ચિત કરશે.

CWGમાં ભારતના મુરલી શ્રીશંકરે પુરુષ લાંબી કૂદમાં સિલ્વર મેડલ મેળવ્યો.

CWGમાં પૈરા-પાવરલિફિટંગમાં સુધીરે ગોલ્ડ મેડલ મેળવ્યો.

CWGમાં લવપ્રીત સિંહે પુરુષોની 109 Kg વેઇટ લિફિટંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.