Help & Support   |   Register Now   |   Login Now     

CWG 2022માં જૂડો 48 કિગ્રા ફાઈનલમાં સુશીલા દેવીએ સિલ્વર મેડલ મેળવ્યો.

કારગિલ ક્ષેત્રના ટ્રાસમાં પોઈન્ટ 5140ને 'ગનહિલ' નામ અપાયું.

સત્યેન્દ્ર પ્રકાશ PIBના મુખ્ય મહાનિર્દેશક નિયુકત.

CWG 2022માં હરજિંદર કૌરે મહિલાઓના 71 Kgમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

નોઈઝ કંપનીએ અભિનેત્રી વાણી કપૂરને તેની આગામી X-fit-2 સીરીજ સ્માર્ટ વોચની એમ્બેસેડર નિયુકત કરી.

ભારત - અમેરિકા સૈન્યાભ્યાસ: ભારત- અમેરિકા ઓક્ટોબર 2022માં ઉતરાખંડમાં ઓલી ખાતે 15 દિવસીય મેગા સેન્ય અભ્યાસનું આયોજન કરશે. આ સૈન્ય અભ્યાસને 'યુદ્ધ અભ્યાસ' નામ અપાયું છે. જેની 18મી આવૃત્તિ 14થી 31 ઓક્ટોબર સુધી આયોજિત થશે. આ અભ્યાસનો ઉદ્દેશ્ય સેનાઓ વચ્ચેની સમજૂતી, સહયોગ અને કાર્યક્ષમતા વધારવાનો છે. અગાઉની આવૃત્તિ ઓક્ટોબર 2021માં અમેરિકાના અલાસ્કા ખાતે આયોજિત થઇ હતી.

મધ્યપ્રદેશમાં બનશે વિશ્વનો સૌથી મોટો ફલોટિંગ સોલાર પાવર પ્લાન્ટ. આ પ્લાન્ટ મધ્યપ્રદેશના ખંડવા ખાતે સ્થાપિત થશે. 2022-23માં નિર્મિત આ પ્લાન્ટ 600 nwની વીજળી ઉત્પન્ન કરી શકશે. વર્તમાનમાં ભારતનો સૌથી મોટો ફલોટિંગ સોલાર પાવર પ્લાન્ટ તેલંગણા ખાતે ચાલુ છે.

કેરળે આંગણવાડીનાં બાળકો માટે ઈંડા અને દૂધની યોજના ઘડી. કેરળના CM પિનારાઈ વિજયને રાજયનાં તમામ બાળકોને ઈંડા અને દૂધ ઉપલબ્ધ કરાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાનું ઉદ્ધાટન કર્યું. આ યોજના માટે રાજય સરકારે 61.5 કરોડ રૂપિયા ફાળવ્યા છે. યોજના હેઠળ બાળકોને 44 સપ્તાહ (10 મહિના) સપ્તાહમાં બે દિવસ 125 Ml દૂધ અને સપ્તાહમાં બે વાર એક ઈંડું આપવમાં આવશે.

સંસદે સામૂહિક વિનાશના શસ્ત્રો અને તમની ડિલિવરી સિસ્ટમ (ગેરકાયદેસર પ્રવૃતિઓ પર પ્રતિબંધ) સુધારા બિલ 2022 અને ભારત એન્ટાર્કટિક બિલ, 2022 પસાર કર્યું. આ બિલ 2005ના અધિનિયમમાં કરાયેલ ફેરફારો પર આધારિત છે. 2005નો કાયદો સામૂહિક વિનાશનાં શસ્ત્રો અને તેમના વિતરણના માધ્યમોમાંથી સંબંધિત ઉત્પાદન, પરિવહન અથવા ટ્રાન્સફર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને પ્રતિબંધિત કરે છે. સામૂહિક વિનાશનાં શસ્ત્રોમાં જૈવિક, રાસાયણિક અથવા પરમાણુ શસ્ત્રોનો સમાવેશ થાય છે. એન્ટાર્કટિકા બિલ એન્ટાર્કટિકા મરીન લિવિંગ રિસોર્સિસના સંરક્ષણ પરના સંમેલન અને એન્ટાર્કટિક સંધિના પર્યાવરણીય રક્ષણ પર અસર કરે છે.

ટાટા સ્ટીલે વંદે ભારત ટ્રેન માટે 'ફર્સ્ટ ઇન ઇન્ડિયા' સીટિંગ સિસ્ટમ લોન્ચ કરી, જેમાં સીટ 1820 ડિગ્રી સુધી ફરી શકે છે. વંદે ભારત ટ્રેનની ઝડપ 130Km/hr છે.