Help & Support   |   Register Now   |   Login Now     

CWGમાં લવપ્રીત સિંહે પુરુષોની 109 Kg વેઇટ લિફિટંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

આઈસક્રીમ પાર્લરો પર 18% GST લગાડાયો.

કેન્દ્ર સરકારે 'પર્સનલ ડેટા પ્રોટેકશન બિલ' 2019 પરત ખેંચ્યું.

અમેઝોન ઇન્ડિયાએ પોતાની સેવાઓને વિસ્તારવા માટે ભારતીય રેલવે સાથે કરાર કર્યા.

રવિન્દર ટક્કર વોડાફોન ઇન્ડિયાના નવા અધ્યક્ષ બન્યા. તેઓ હિમાંશુ કયાનિયાનું સ્થાન લેશે.

રંજીત રથે ઓઈલ ઇન્ડિયાના CMD તરીકે પદ ગ્રહણ કર્યું.

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્બોઈ 1 નવેમ્બરે કન્નડ ફિલ્મસ્ટાર પુનીત રાજકુમારને મરણોપરાંત 'કર્ણાટક રત્ન' એનાયત કરશે. આ રાજયનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સન્માન મેળવનાર પુનીત 10મા વ્યક્તિ બનશે.

વડાપ્રધાને ગુજરાતમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના વિવિધ પ્રોજેકટ્સનું વર્ચ્યુઅલ ઉધ્દ્ધાટન અને શિલાન્યાસ કર્યો. વડાપ્રધાને ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશનના રૂ. 300 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેકટ્સનું ઉધ્દ્ધાટન કર્યું. વડાપ્રધાને ધરમપુર ખાતે 250 બેડની શ્રીમદ્ રાજચંદ્ર મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉધ્દ્ધાટન કર્યું તથા અન્ય 150 બેડની શ્રીમદ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો. આ ઉપરાંત મહિલાઓ માટે શ્રીમદ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સેલન્સનો પણ શિલાન્યાસ કર્યો.

અમેરિકાએ સ્વિડન, ફિનલેન્ડને NATOમાં સામેલ થવાની મંજૂરી આપી. આ માટે થયેલા મતદાનમાં 95 સેનેટરોનું સમર્થન પ્રાપ્ત થયું. આ મતદાનમાં એક અસંમતિનો મત મિઝોરિના રિપબ્લિકન સેનેટર જોષ હોલી તરફથી અપાયો જેમણે દલીલ કરી કે યુરોપમાં સુરક્ષા પર ઓછું ધ્યાન આપવું જોઈએ અને ચીનના ખતરા પર વધુ ધ્યાન આપવું જોઈએ. યુક્રેન પર રશિયન આક્રમણને પગલે સ્વિડન અને ફિનલેન્ડે NATOમાં જોડાવા માટે અરજી કરી હતી.

એર ઇન્ડિયાએ પાયલટની નિવૃત્તિ વય મર્યાદા 58થી વધારી 65 વર્ષ કરી.