Help & Support   |   Register Now   |   Login Now     

રૂપલ ચૌધરી U-20 એથલિટિકસ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની. રૂપલે 4 × 400 મીટર રિલે દોડમાં સિલ્વર મેડલ મેળવ્યા બાદ મહિલાઓની 400 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને દીપક પૂનિયાએ CWG 2022માં કુશ્તીમાં ગોલ્ડ મેડલ. દીપકે પુરુષ 86 Kg ફાઈનલમાં પાકિસ્તાનના મુહમ્મદ ઇનામને હરાવી પોતાનો CWGનો પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો.

ભારતે બાંગ્લાદેશને હરાવી SAFF અંડર 20 ફૂટબોલ ચેમ્પિયનશીપ જીતી. SAFF - સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન. આ ફૂટબોલ ચેમ્પિયનશિપ ઓડિશાના ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે આયોજિત થઇ હતી. ગુરકીરતસિંહના ચારગોલ અને હિમાંશુ ઝાંગરાના એક માત્ર ગોલથી ભારતની ટીમે જીત નિશ્ચિત કરી. ભારતે સતત બીજી વખત આ ચેમ્પિયન શિપ જીતી છે. SAFFનું વડું મથક - ઢાંકા, બાંગ્લાદેશ. SAFFના પ્રમુખ - કાઝી સલાહુદ્દીન.

બર્મિગહામ ખાતેના CWG-2022માં પુરુષ ફ્રી સ્ટાઇલ 125 Kg વર્ગમાં મોહિત ગ્રેવાલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ભારતીય પહેલવાન મોહિતે 3 મિનિટ 30 સેકન્ડના સમયમાં આ જીત મેળવી. ભારતીય પહેલવાન દિવ્યાએ મહિલાઓની 68 Kg ફ્રી સ્ટાઈલ શ્રેણીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

7 ઓગસ્ટ: નેશનલ હેન્ડલૂમ દિવસ. સ્વદેશી ચળવળની શરૂઆત 7 ઓગસ્ટ, 1905ના રોજ થઇ હતી, જેના ભાગ રૂપે 2015થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 7 ઓગસ્ટ, 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્ધારા ચેન્નઈથી આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. હાથવણાટનાં કામો અને ભારતીય હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે કલાકારો અને વણકરોને આ દિવસે 'સંત કબીર પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવે છે.

કેન્દ્રીય કેબિનેટે જળવાયુ પરિવર્તનના નવા લક્ષ્યાંકો માટેની નીતિને મંજૂરી આપી. ગ્લાસ જળવાયુ પરિવર્તનના સંમેલનમાં વડાપ્રધાન મોદીએ ‘પંચામૃત વ્યૂહ’ આધારિત નવાં લક્ષ્યાંકો આપ્યાં. નવી નીતિ મુજબ ભારત 2005ની સરખામણીએ 2030 સુધીમાં અર્થતંત્રની ઉત્સર્જન તીવ્રતામાં 45% સુધી ઘટાડો કરશે. 2030 સુધીમાં બીજજીવાશ્મ ઇંધણ આધારિત ઊર્જા સંસોધનોના 50% સંચિત વિદ્યુત પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધ છે.

પિચ બ્લેક 2022 યુદ્ધાભ્યાસ: ઓસ્ટ્રેલિયાના ઉત્તરી ભાગમાં આયોજિત થનારી 17 દેશો વચ્ચે મેગા એર કોમ્બેટ પિચ બ્લેકમાં ભારત ભાગ લેશે. વર્ષ 2022ના સહભાગીઓમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ભારત, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, જાપાન, મલેશિયા, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, ફિલિપાઈન્સ, સ્પિબ્લિક ઓફ કોરિયા, સિંગાપોર, થાઈલેન્ડ, યુ.એઈ અને યુ.એસ.નો સમાવેશ થાય છે. પિચ બ્લેક એ દ્ધિવાર્ષિક બહુરાષ્ટ્રીય લાર્જ ફોર્સ એમ્પ્લોયમેન્ટ વોરફેર કવાયત છે.

6 ઓગસ્ટ: હિરોશિમા દિવસ. બીજા વિશ્વયુધ્દ્ધ દરમિયાન જાપાનનાં શહેરો પર પરમાણુ બોમ્બના હુમલાઓની બાબતને ચિન્હિત કરવા આ દિવસ મનાવાય છે. પ્રથમ અણુબોમ્બ 6 ઓગસ્ટ 1945ના હિરોશિમા પર ફેંકાયો ત્યારબાદ 3 દિવસ બાદ 9 ઓગસ્ટે નાગાસાકી પર બીજો બોમ્બ ફેંકાયો જેમાં અનેક લોકોનાં મૃત્યુ થયાં. વિશ્વને પરમાણુ બોમ્બના વિનાશકારી પરિણામોથી વાકેફ કરવા માટે દર વર્ષે આ દિવસ મનાવાય છે.

સ્પેશ્યલ થેન્ક્સ: પોતાની વ્યસ્તતામાંથી સમય કાઢીને વિદ્યાર્થીઓને ફ્રી કરન્ટ અફેર્સ પૂરું પાડવા બદલ (1) શ્રી એમ. કે. પ્રજાપતિ (ડેપ્યુટી કલેકટર), (2) સી. એચ. શિંગાળા (GPSC Aspirant).

Crack GPSC એપ દ્વારા સરળતાથી ઘરે બેઠાં UPSC, GPSC ક્લાસ 1/2/3, Dy. Mam/Dy SO, Dy. Chitnish, RFO, PI, PSI, ASI, Constable, Talati, Clerk, ગ્રામ સેવક. મુખ્ય સેવિકા, TAT, TET, HTAT, MPHW, FHW, Staff Nurse, SSC, Railway, LIC, Spipa Entrance જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો. ગુજરાતની No. 1 ફેકલ્ટી દ્વારા કોચિંગ, ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ. અનુભવી અને સફળ ફેકલ્ટીઝ સાથે - ઓછા સમયમાં સચોટ તૈયારી એટલે Crack GPSC.